Saturday, November 8, 2025
HomeMorbiઋષિ પાંચમના દિવસે મોરબીના રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે આવેલ પ્રસિદ્ધ રામધન આશ્રમે...

ઋષિ પાંચમના દિવસે મોરબીના રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે આવેલ પ્રસિદ્ધ રામધન આશ્રમે સ્ત્રીઓ માટે સુવ્યવસ્થા અને ઋષિ પાંચમની ઉજવણી

Advertisement
Advertisement

ઋષિ પાંચમના દિવસે મોરબીના રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે આવેલ પ્રસિદ્ધ રામધન આશ્રમે સ્ત્રીઓ માટે સુવ્યવસ્થા અને ઋષિ પાંચમની ઉજવણી…..

દર વર્ષે ઋષિ પાંચમ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પાંચમે આવે છે. જે ઋષિયોને સમર્પિત એક ખાસ વ્રત છે. આખા દેશમાં આઠ સપ્ટેમ્બરના દિવસે શ્રદ્ધાળુ સપ્ત ઋષિયોની આરાધનનાનું વ્રત ઋષિ પંચમી ઉજવશે.

આ દિવસે સપ્ત ઋષિયો- કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશિષ્ટ, ગૌતમ, જમદગ્નિ અને વિશ્વામિત્રની પૂજા કરવામાં આવે છે. આ સાત ઋષિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અંશ માનવામાં આવે છે. આ જ વેદો અને ધર્મશાસ્ત્રોના રચયિતા માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ વ્રતને કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે અને આ દિવસે ઘણા લોકો, સંસ્થાઓ સેવા કાર્ય કરતા હોય છે..ત્યારે મોરબીના રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે આવેલ પ્રસિદ્ધ રામધન આશ્રમે ઋષિપાંચમના પવિત્ર તહેવાર નિમિત્તે ફક્ત બહેનો માટે સ્નાન વ્યવસ્થા તેમજ ફરાર, ચા પાણી,શરબત ની વ્યવસ્થા રાખેલ છે…

બહેનોને તેનો લાભ લેવા પધારવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું છે…

ફક્ત બહેનો એ જ પધારવા તેવી તેવું મહંત ભાવેશ્વરીમાની યાદીમાં જણાવેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular