Friday, April 24, 2026
HomeMorbiપોલ્યુશન કંટ્રોલ બોર્ડના પાંચ વર્ગ ૨ અધિકારીઓની બદલી, સામે ત્રણ અધિકારીની નિમણુક

પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પાંચ વર્ગ ૨ અધિકારીઓની બદલી, સામે ત્રણ અધિકારીની નિમણુક

Advertisement
Advertisement

 

મોરબી જિલ્લા ની પ્રદૂષણ નિયંત્રણ કચેરી માં લાંબા સમયથી મુખ્ય અધિકારીની જગ્યા ખાલી છે જેના કારણે તે ઇન્ચાર્જ અધિકારીથી ચાલે છે આટલું ઓછું હોય તેમ આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ કચેરી ગાંધીનગર ખાતેથી કરવામાં આવેલી સામુહિક બદલીમાં મોરબી જિલ્લાની પાંચ અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીની બદલી કરવામાં આવી છે જેમાં હસમુખ મનસુખભાઈ પરમાર ની કચ્છ ગોવિંદ મણીલાલભાઈ પ્રજાપતિ ની ગાંધીનગર મહેન્દ્રભાઈ ખીમસુરીયા ની ભરૂચ કિરણ ક્રિશ્ના પૂજારીની ગાંધીનગર અને ઇન્દ્રવદન ભાઈ પટેલની વાપી ખાતે બદલી કરવામાં આવી છે જેની સામે હાલ જીપીસીબી દ્વારા મુકેશ ભાઈ રાઠોડ ને પોરબંદર થી મોરબી ચેતનભાઇ ચૌહાણને જામનગર થી મોરબી તેમજ ગિરધન અરજણભાઈ રામને જેતપુર થી મોરબી મુકવામાં આવ્યા છે જોકે હજુ પણ બે અધિકારીની જગ્યા ખાલી પડી હોવાનું સામે આવ્યું છે ઉધોગિક હબ મોરબીમાં અવારનવાર ઉધોગો દ્વારા પ્રદૂષણ નિયંત્રણ અંગેના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉગતી હોય છે આ ઉપરાંત વિવિધ પ્રકારની મંજૂરીઓ અને અન્ય વહીવટી કામગીરીનો પણ ભારે ભરાવો હોવા છતાં મોરબી જિલ્લામાં જગ્યાઓ ખાલી રાખવામાં આવતા આગામી વિસોમાં જીપીસીબી કચેરીમાં કર્મચારીઓની ઘટ અને કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે તો પણ નવાઈ ન કહેવાય

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular