HomeGujaratમોરબીની આયુષ હોસ્પિટલમાં 69 વર્ષીય વૃદ્ધાની બ્રેઇન સ્ટોકની સફળ સર્જરી 

મોરબીની આયુષ હોસ્પિટલમાં 69 વર્ષીય વૃદ્ધાની બ્રેઇન સ્ટોકની સફળ સર્જરી 

મોરબીની આયુષ હોસ્પિટલમાં 69 વર્ષના માજીના બ્રેઈન સ્ટ્રોક (પેરાલીસીસના હુમલા ) જેવા અતિ ગંભીર રોગની સફળતા પૂર્વક સારવાર કરવામાં આવી છે. ખૂબ સારી રિકવરી આવતા માજીના પરિવારજનોએ પણ હોસ્પિટલની કામગીરીને બિરદાવી છે.

આયુષ હોસ્પિટલની યાદીમાં જણાવ્યા મુજબ, 14 જૂનના રોજ એક 69 વર્ષના વૃદ્ધા બેભાન અવશસ્થામાં મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વિભાગમાં આવ્યા હતા. જ્યાં ડૉ.સત્યજિતસિંહ જાડેજા દ્વારા ઉંડાણમાં તપાસ કરતા જણાયું હતું કે, માજીને પેરાલીસીસનો હુમલો આવ્યો છે. જેના લીધે બેભાન થવુ, બોલી ન શકવુ, જમણી બાજુનું આખુ અંગ ખોટુ પડી જવુ, જમણી બાજુનો હાથ અને પગ સંપૂર્ણ રીતે ખોટા પડી જવા, આવી બધી તકલીફો હતી.

માજીની સફળતાપુર્વક સારવાર કરવામાં આવતા માજી હવે ભાનમા આવી ગયા છે. સંપૂર્ણપણે બોલવા લાગ્યા અને જમણો હાથ પણ ઊંચો કરી શકે છે. સાથે માત્ર 10 દિવસ પછીના ફોલો અપમાં આટલી સારી રીકવરી જોતા માજી અને એમના સગાઓ દ્વારા હોસ્પિટલ અને ડોક્ટરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular