HomeGujaratટ્રાફિક સમસ્યા નિવારવા જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

ટ્રાફિક સમસ્યા નિવારવા જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

મોરબીમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર રહેતી હોય જે નિવારવા જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામાં અનુસાર દલવાડી સર્કલથી લીલાપર ચોકડી, રવાપર ગામથી રવાપર ચોકડીથી લીલાપર ચોકડી અને ભક્તિનગરથી ઉમીયા સર્કલ રસ્તાઓ પર તા.27 સપ્ટેમ્બર સુધી સવારના 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવી હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ તેમજ આ જાહેરનામાનો ભંગ કરવો શિક્ષાને પાત્ર છે.

RELATED ARTICLES

Most Popular