HomeGujaratમોરબીના મહેન્દ્રનગરમા રહેતા આધેડ પાસેથી ઓનલાઇન રૂપિયા કમાવવાની લાલચ આપી ગઠિયાઓએ રૂ.62.93...

મોરબીના મહેન્દ્રનગરમા રહેતા આધેડ પાસેથી ઓનલાઇન રૂપિયા કમાવવાની લાલચ આપી ગઠિયાઓએ રૂ.62.93 પડાવી લીધા

મોરબીમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા આધેડને આરોપીએ ઘરબેઠા રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી અલગ અલગ બહાના હેઠળ રૂ.62,93,925 નું રોકાણ કરાવી પરત ન કરી આધેડ સાથે છેતરપિંડી કરી રૂપિયા પડાવ્યા હોવાની મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ ફ્રોડ અંગે મળતી માહિતી મુજબ, મૂળ આંધ્રપ્રદેશ રાજ્યના વતની અને હાલ મોરબીના મહેન્દ્રનગરમા ગણેશ એપાર્ટમેન્ટ એક્સીસ બેંક પાછળ રહેતા સત્યનારાયણ નાગેન્દ્રરાવ પ્રસાદ (ઉ.વ‌.52) એ આરોપી અજાણ્યા સાત શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીને ઓનલાઇન જોબ વર્ક આપવાની ટેલીગ્રામ દ્વારા વાતચીત કરી ફરીયાદીને ઘર બેઠા રૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી ફરીયાદીનો વિશ્વાસ ભરોસો કેળવી આરોપીઓએ અલગ અલગ બહાના હેઠળ ફરીયાદી પાસેથી કુલ રૂ.62,93,925 ઓનલાઇન જોબ વર્ક પેટે રોકાણ કરાવી જે રોકાણ કરેલ ફરીયાદીના લેણા થતા રૂપીયા ફરીયાદીને આજ દિન સુધી પરત નહી આપતા ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular