HomeMorbiHalvadહળવદમાં બાપદાદાની કરોડોની જમીન પચાવી પાડવા ભાયું ઝઘડા, ત્રણ શખ્સોએ દંપતીને મારી...

હળવદમાં બાપદાદાની કરોડોની જમીન પચાવી પાડવા ભાયું ઝઘડા, ત્રણ શખ્સોએ દંપતીને મારી નાખવાની આપી ધમકી

હળવદના આસ્થા રોડ પર આવેલી કરોડોની કિંમતી જમીન અંગે કોર્ટમાં મેટર ચાલુ હોવા છતાં આ જમીન પચાવી પાડવા એક જ પરિવારના સભ્યો વચ્ચે ચાલતા વિવાદમાં ત્રણ શખ્સોએ દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપી જમીન છોડી ચાલ્યા જવા દબાણ કરતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

હળવદના કૃષ્ણ દરવાજા વિસ્તારમાં રહેતા અને ખેતી ક૨તા મનસુખભાઇ ગંગારામભાઈ સોનગ્રાએ આરોપી મહેશભાઈ શામજીભાઈ સોનગ્રા, જયદીપભાઈ રતિલાલ સોનગ્રા અને મેહુલભાઈ ઈશ્વરભાઈ સોનગ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગઈકાલે ફરિયાદી તેમજ તેમના પત્ની આસ્થા રોડ પર આવેલી પોતાની દાવલીયું વાડીએ હતા ત્યારે ત્રણેય આરોપીઓ આવ્યા હતા અને આ જમીન અમે બિનખેતી કરાવી છે. આ જમીન તમારી નથી તેમ કહી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ફરિયાદી મનસુખભાઇએ ત્રણેય કૌટુંબિક ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ ક૨ી છે.

RELATED ARTICLES

Most Popular