HomeGujaratમોરબીમાં વૃક્ષારોપણની જગ્યાના નામનો AAP દ્વારા વિરોધ, કલેક્ટરને આવેદન પાઠવી નામ બદલવા...

મોરબીમાં વૃક્ષારોપણની જગ્યાના નામનો AAP દ્વારા વિરોધ, કલેક્ટરને આવેદન પાઠવી નામ બદલવા માંગ

તાજેતરમાં મોરબીની પાંજરાપોળ પાસે કરવામાં આવેલા વૃક્ષારોપણની જગ્યાનું નામ મોરબીના ધારાસભ્ય દ્વારા નમો વન આપવામાં આવ્યું હતું, જેનું નામ મોરબીના ઇતિહાસ પરથી અથવા કોઈ ક્રાંતિકારી વિચાર પરથી રાખવામાં આવે તેવા વિરોધ સાથે આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ જગ્યા રાજવી પરિવારોએ સંપાદનમાં આપી હોવાથી આ જગ્યાનું કોઈ વ્યક્તિગત નામ રાખવું યોગ્ય ન ગણાય જેથી નામ બદલવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી મોરબીની જનતા અને દરેક સમાજને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

RELATED ARTICLES

Most Popular