HomeGujaratમોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી ચોકડી પર રોડનું કામ અધૂરું હોવાથી ટ્રાફિકજામની સમસ્યા...

મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી ચોકડી પર રોડનું કામ અધૂરું હોવાથી ટ્રાફિકજામની સમસ્યા વધી, સિરામિક એસો.ના પ્રમુખની કમિશનરને રજૂઆત

મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી ચોકડીનો ડાબી બાજુનો રોડ બનાવવાનો બાકી હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી થઈ રહી છે. આથી, મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ દ્વારા મોરબી મહાનગરપાલિકા કમિશનરને રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં સિરામિક એસો.ના પ્રમુખો મનોજભાઈ એરવાડિયા, હરેશભાઈ બોપલીયા, સંદીપભાઈ કુંડારિયા, અજયભાઈ મારવાણીયાએ જણાવ્યું છે કે, ઉમિયા સર્કલથી દલવાડી ચોકડી વાળા રસ્તા પર સવાર અને સાંજના સમયે મોટા પ્રમાણમાં ટ્રાફિકજામ રહે છે. જેથી ટ્રાફિક નિયમન જળવાતું ન હોય અવાર નવાર અકસ્માતની પરિસ્થિતિ સર્જાય છે.

આ રોડ પરથી સવાર / સાંજ મોરબી તથા આજુબાજુ ગામડાઓના નાગરિકો તથા સીરામીક ઉદ્યોગકારો પસાર થાય છે. જેના કારણે કલાકો ટ્રાફિકના રસ્તામાં વેડફાઈ જાય છે. રોજે રોજની આ પરેશાનીથી મોરબી શહેરના નાગરિકો તથા સીરામીક ઉદ્યોગપતિ તથા સાથે સંકળાયેલા સૌ કોઈ ત્રાસી જાય છે. ત્યારે આ પ્રશ્નના ઉકેલ માટે ત્વરિત આ આ રોડનું કામ ચાલુ કરવા માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular