મોરબી વાંકાનેર હાઈવે રોડ પર એ.કે. હોટલ નજીક રવિરાજ પાનની કેબિન પાસેથી દેશી હાથ બનાવટ તમંચા (કક્કો) સાથે એક શખ્સને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી એસ.ઓ.જી. ટીમને મળેલી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી તપાસ કરતા મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉ
પર એ.કે. હોટલ નજીક રવિરાજ પાનની કેબિન પાસે એક શખ્સ શંકાસ્પદ જણાતા તલાશી લેતા આરોપી સાગરભાઈ ચતુરભાઈ દારોદરા (ઉ.વ.28) રહે. વીસીપરા મોરબીવાળા પાસેથી દેશી હાથ બનાવટનના તમંચા (કટ્ટો) હથીયાર કિં.રૂ. 2 હજારના મુદ્દામાલ સાથે મળી આવતા એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




