Saturday, November 8, 2025
HomeMorbiMaliya Miyanaમાળિયાના વાડા વિસ્તારમાં 570 લિટર દેશી દારૂ અને 3 હજાર લીટર આથા...

માળિયાના વાડા વિસ્તારમાં 570 લિટર દેશી દારૂ અને 3 હજાર લીટર આથા સાથે ધમધમતી ભઠ્ઠી ઝડપાઈ, આરોપી ફરાર

Advertisement
Advertisement

માળીયા મિયાણાના વાડા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી 570 લીટર દેશી દારૂ તેમજ 3000 લીટર આથો મળી કુલ રૂ. 1.89 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, આરોપી પોલીસની પકડથી હજુ પણ દૂર છે.

મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન માળીયા મિયાણાના વાડા વિસ્તારમાં આરોપી જાકીર ઉર્ફે જાકો અકબરભાઈ માલાણી પાણીના ખાડા પાસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળતા દરોડો પાડી બનાવ સ્થળેથી 570 લીટર દેશી દારૂ કિં.રૂ.1.14 હજાર તેમજ 75 હજારની કિંમતનો 3 હજાર લીટર આથો મળી કુલ રૂ.1.89 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી જાકીર ઉર્ફે જાકો હાજર નહિ મળી આવતા માળીયા મિયાણા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular