મોરબી જીલ્લામાં ગત રાત્રીથી સવાર સુધી વરસાદી વાતાવરણ રહ્યું છે. રાત્રે પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ માળિયામાં પડ્યો હતો. જ્યારે મોરબીમાં દોઢ ઇંચ, હળવદમાં સવા ઇંચ, ટંકારામાં એક ઇંચ અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.
રાતે 10થી સવારે 8 વાગ્યા સુધીનો વરસાદ જોઈએ તો, માળિયા 73 mm, મોરબી 36 mm, ટંકારા 21 mm, વાંકાનેર 12 mm, હળવદ 32 mm varsad નોંધાયો હતો જ્યારે સવારે 6 થી 8 વાગ્યા સુધીનો વરસાદ જોઈએ તો માળિયા 25 mm, મોરબી 9 mm, ટંકારા 7 mm, વાંકાનેર 5 mm, હળવદ 8 mm વરસાદ નોંધાયો હતો.




