વાંકાનેરના સમઢીયાળા ગામ નજીક ટ્રેકટરમાં માટીના ફેરા કરી રહેલા દેવકરણભાઈ કડવાભાઈ સાપરા ગત તા.2ના રોજ ટ્રેકટર લઈને જતા હતા ત્યારે ગુણવંતભાઈ ભરવાડની ખાણ પાસે પહોંચતા રસ્તામાં ઢોર આડું ઉતરતા ઢોરને બચાવવા જતા ટ્રેકટર ખાડામાં ઉતરી પલ્ટી મારી જતા ઈજાઓ પહોંચતા દેવક૨ણભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.




