વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામની સીમમાં આરોપી ભગવાનજીભાઈ જેજરીયાની કબ્જા ભોગવટા વાળી વાડીમાં આવેલ રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા 06 ઈસમોને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય સાત શખ્સો સ્થળ પરથી નાસી છુટતા કુલ 13 ઈસમો વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન રેઇડ કરતા વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામની સીમમાં આરોપી ભગવાનજીભાઈ જેજરીયાની કબ્જા ભોગવટા વાળી વાડીમાં આવેલ રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા 06 ઈસમો ભગવાનજીભાઇ ઉર્ફે હરેશભાઇ સવશીભાઇ જેજરીયા (ઉ.વ.૨૬) રહે. ચીત્રાખડા તા.વાંકાનેર, ચાપરાજભાઇ કાનભાઇ માલા (ઉ.વ.૩૯) રહે.વેલાળા(સા) હનુમાન ડેરી પાસે તા.થાન જી.સુ.નગર, રાજેશભાઇ શાંતીદાસ દેસાણી (ઉ.વ.૩૭) રહે. વગડીયા ગામ તા.મુળી જી.સુ.નગર, સુરેશભાઇ કેશુભાઇ સાબરીયા (ઉ.વ.૩૨) રહે. નવાગામ હનુમાન મંદિર પાસે તા.થાનગઢ જી.સુ.નગર, શામજીભાઇ કાળુભાઇ દેથરીયા (ઉ.વ.૨૭) રહે.રામપરા ગામ ચોકમા લાખામાચી પાાસે તા.થાન જી.સુ.નગર, ઉદયભાઇ સોમલાભાઇ ખાચર (ઉ.વ.૨૯) રહે.વેલાળા ગામ તા.થાનગઢવાળાને રોકડ રકમ રૂપિયા5,85,500 તથા મોબાઇલ ફોન નંગ -05 કિ રૂ. 95,500 તથા 10 મોટરસાયકલ તથા એક બોલેરો મળી વાહનની કુલ કિં રૂ. 6,45,000 કુલ કિં રૂ. 13,26,000 ના મુદામાલ સાથે ઝડપી પાડી તથા અન્ય સાત ઈસમો કરમશીભાઇ સવશીભાઇ જેજરીયા રહે.ચીત્રાખડા ગામ તા.વાંકાનેરવાળા સહિત સાત ઈસમો સ્થળ પરથી નાસી છુટતા કુલ-13 ઈસમો વિરૂદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.




