વાંકાનેરના માર્કેટિંગ યાર્ડ નજીક એક્ટિવા મોટર સાયકલની લાઈટ બંધ કરવાનું કહેતા યુવકને પાડોશમાં જ રહેતા પરિવારે બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા ફરિયાદી રામાભાઈ માનાભાઈ સિંધવે આરોપી સમદ જાનમામદભાઈ મોડ, સેજુ ઓસમાણભાઈ, સોહીલ ઓસમાણભાઇ, સાયરાબેન જાનમામદભાઈ મોડ, મુમતાજબેન ઓસમાણભાઈ અને નિલોફરબેન ઓસમાણભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી સમદ ઘર પાસે એક્ટિવાની લાઈટ કરીને ઉભો હતો ત્યારે લાઈટ બંધ કરવાનું કહેતા આરોપીને સારું નહીં લાગતા ઝઘડો કર્યો હતો અને બાદમાં તમામ આરોપીઓએ લોખંડના પાઇપથી હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.
આ બનાવ અંગે સીટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




