Saturday, November 8, 2025
HomeMorbiવાંકાનેરની રોસાટા સિરામિક ફેકટરીમાં શેડના પતરા બદલી વખતે પડી ગયેલા શ્રમિકનું કોમામાં...

વાંકાનેરની રોસાટા સિરામિક ફેકટરીમાં શેડના પતરા બદલી વખતે પડી ગયેલા શ્રમિકનું કોમામાં આંચકી ઉપડી જતા મોત

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના ઢુંવા ખાતે આવેલા રોસાટા સિરામિક ફેકટરીમાં ચારેક મહિના પહેલા શેડના પતરા બદલાવતી વખતે પડી ગયેલા ગણેશભાઈ સોમાભાઈ વાસફોડા (ઉ.વ.41) રહે.રામનગરી, ઘુંટુ નામના યુવક પડી ગયા બાદ સારવાર દરમિયાન કોમામાં સરી ગયા હતા. આ ઇજાગ્રસ્ત યુવકને અમદાવાદ, મોરબી સારવાર બાદ ઘેર લઈ આવ્યા બાદ કોમામાં આચકી ઉપડતા મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular