વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા **મોહનભાઈ છગનભાઈ મકવાણા (ઉ.૭૩)ને ગઈકાલે સવારે અચાનક હાર્ટએટેક આવી ગયો. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું.
વાંકાનેર સીટી પોલીસને બનાવની જાણ કરતા અકસ્માતે મૃત્યુનો રેકોર્ડ નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે.




