મોરબી જિલ્લામાં જરુરી પગલાંઓ હેઠળ જુગારની બદી નાબૂદ કરવા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. મળતી વિગતો મુજબ, માળીયા મિયાણા પોલીસે વાગડીયા ઝાપા વિસ્તારમાં જાહેરમાં વરલીના આંકડા લખીને જુગાર રમાવતા નિજામ ઈકબાલભાઈ ખોડ (ઉ.૩૦, માલાણી શેરી, માળીયા)ને રૂ. ૨૭૦ રોકડા સાથે ઝડપી પાડ્યો હતો.
બીજા કેસમાં, વાંકાનેર તાલુકા પોલીસએ ઢુંવા નજીક ગેલ ભવાની હોટલ પાસેથી કેતનભાઈ છગનભાઈ ગાગડીયા (નવાપરા, વાંકાનેર) ને રૂ. ૪૫૦ રોકડા સાથે ઝડપી પાડ્યો હતો. બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




