હળવદ શહેરના આંબેડકર કોમ્પલેક્ષ સામે આવેલ વાંસગી પાનની દુકાન પાસે યુવક પર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા કલ્પેશભાઈ હસમુખભાઈ રાઠોડ (ઉં.19) એ હળવદ પોલીસ સ્ટેશનમાં મનસુખભાઇ પુંજાભાઇ રાઠોડ, મુકેશભાઇ લવજીભાઇ રાઠોડ, ઉતમભાઇ પ્રવીણભાઇ રાઠોડ તથા જીતુભાઇ જગાભાઇ રાઠોડ (રહે. સરા રોડ, આંબેડકર નગર-1, હળવદ) વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદી અનુસાર, તે આંબેડકર કોમ્પલેક્ષ સામે આવેલા વાંસગી પાનના ગલ્લા પર સિગરેટ લેવા ગયો હતો ત્યારે જુના ઝગડાઓના ખારને કારણે આરોપીઓએ લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે તેના પર હુમલો કર્યો હતો. તેને છોડાવવા આવેલ સાથી હિમંતભાઈને પણ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની વિગતો સામે આવી છે. હળવદ પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




