મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેેશકુમાર પટેલના માર્ગદર્શન તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડિવીઝન પી.એ. ઝાલાના સૂચન મુજબ મોરબી સીટી એ ડીવિજન પોલીસે પ્રોહીબિશનના ગુન્હામાં આઠ મહિનાથી નાસતો ફરતો આરોપી ચેતન ભાટી (રહે: 145, કેસર કોલોની, ઠીકરાના, મેન્દ્રાતાન પોલીસ સ્ટેશન, સાકેતનગર, તા. જી. બ્યાવર, અજમેર, રાજસ્થાન) ખાતેથી પકડી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં દાખલ ગુ.ર. નં. 0217/2025 પ્રોહિ. કલમ 65(A)(E), 116(B), 81 હેઠળનો આરોપી રાજસ્થાનના બ્યાવર જિલ્લામાં પોતાના વતનમાં છુપાઈને રહેતો હોવાની બાતમી મળતા પોલીસ ટીમે રેડ પાડી સફળ કામગીરી કરી હતી.
પો. ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર જે.સી. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ હિતેષભાઈ ચાવડા, કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા અને રવીભાઈ ચૌધરીની ટીમે કાર્યવાહીમાં મહત્વનું યોગદાન આપ્યું. મોરબી પોલીસ દ્વારા આ અટકાયતને લઈને કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં વધુ એક સફળતા પ્રાપ્ત થયેલી ગણાય છે.




