મોરબીમાં મુખ્યમંત્રી ગત રાત્રી લગભગ 11 વાગ્યે આગમન કરી સર્કિટ હાઉસમાં રોકાયા હતા. આજે વહેલી સવારે મુખ્યમંત્રીએ રવાપુર-ઘુનડા રોડ પર ચાલી રહેલા દાદા ભગવાનના 118માં જન્મજયંતિ મહોત્સવમાં ઉપસ્થિતિ નોંધાવી હતી.
ગઈકાલથી પ્રારંભ થયેલો આ ભવ્ય મહોત્સવ 32 લાખ ચોરસ ફુટના વિશાળ ક્ષેત્રમાં તા. 9 નવેમ્બર સુધી યોજાશે. મુખ્યમંત્રી બે દિવસ માટે પધરવાના હતા, પરંતુ ગઈકાલની વિઝિટ અંતિમ ક્ષણે રદ થયા બાદ આજે કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે તેમનો પરિવાર, મંત્રી કાંતિલાલ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, સાંસદ કેસરીદેવસિંહ, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા તથા પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.




