મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં આવેલ પાંજરાપોળ તથા અન્ય જગ્યાએ ઇંડુઝ કંપનીના ટાવરમાંથી 57 હજારના બેટરી સેલની ચોરી થઈ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીના ગાયત્રીનગર વાવડી રોડ પર રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા (ઉ.વ. 32)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમની દેખરેખ હેઠળ આવેલા ટાવરોમાંથી ખુલ્લામાં મૂકેલા એકસાઇડ તથા અમરરાજા કંપનીના કુલ 114 બેટરી સેલ (દર સેલ કિંમત રૂ. 500) કોઈ અજાણ્યા ચોરે ચોરી કરી લઇ ગયો હતો.
પોલીસે ફરિયાદને આધારે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.




