એક તરફ જિલ્લામાં કમોસમી વરસાદના કહેર વચ્ચે ખેડૂતોના નુકસાનનો સર્વે કામગીરી ચાલુ છે, અને બીજી તરફ મતદાર યાદી સઘન સુધારણા માટે આજથી કામગીરીનો આરંભ થયો છે. એટલા બધાં અગત્યનાં પ્રસંગો વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી આજે મોરબી જિલ્લામાં મુલાકાતે છે.
પરંતુ એ જ સમયે મોરબી જિલ્લામાં કલેક્ટરથી લઈને મામલતદાર સુધીના અનેક ઉચ્ચ અધિકારીઓ લાંબી રજા પર હોવાના કારણે વહીવટી કામગીરીમાં ખલેલ ઊભી થઈ છે અને સામાન્ય અરજદારોના નાનાં-મોટાં કામ અટકી પડ્યાની ફરિયાદો સામે આવી રહી છે.
મોરબીમાં અધિકારીઓની ગેરહાજરીને કારણે જનતાના કામ અટવાયા છે. ત્યારે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દિવાળી પૂર્વે રજા પર, 24 સુધી રજા પર છે. તેનો ચાર્જ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેને, મોરબી ડીડીઓ જે.એસ. પ્રજાપતિની બદલી બાદ જગ્યા ખાલી, ચાર્જે એન.એસ. ગઢવીને, પરંતુ તેઓ પણ 45 દિવસ રજા પર, હવે ડેપ્યુટી ડીડીઓને લુક આઉટ ડીડીઓ ચાર્જ, અધિક જિલ્લા કલેક્ટર કૌટુંબીક કારણોસર રજા પર છે. ચાર્જ ડેપ્યુટી કલેક્ટર ઉમંગ પટેલને અપાયો છે. શહેર મામલતદારની જગ્યા લાંબા સમયથી ખાલી તેનો ચાર્જ ડીઝાસ્ટર મામલતદાર પાસે છે. તાલુકા મામલતદારની જગ્યા ખાલી તેનો ચાર્જ ડેપ્યુટી મામલતદારને અપાયો છે.
અધિકારીઓની ગેરહાજરીને કારણે જાહેર જનતાના કામમાં ગંભીર અસર થઈ છે. અરજદારોના કામો તારીખ પર તારીખ અપાઈ રહી છે. મહેસુલી કેસોમાં વિલંબ થઈ રહ્યો છે. વહીવટી ગાડું ધીમી ગતિએ ચાલતું રહે કેમ જેનાથી સામાન્ય લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિક વહીવટની આ સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીના દુર્ગમ કાર્યક્રમો અને ચાલુ રાહત કામગીરી પર કેટલો પ્રભાવ પડશે? તે જાણવા જનતાએ સવાલો ઉઠાવ્યા છે.




