મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતી પ્લોટ વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડી બે શખ્સોને વિદેશી દારૂ સાથે ઝડપ્યા છે. પોલીસે લાતી પ્લોટ શેરી નંબર-8 ખાતે રહેણાંક મકાનમાંથી 6 બોટલ વિદેશી દારૂ મળી કુલ રૂ. 1,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દારો સાથે ઝડપાયેલા આરોપીઓમાં સાહિલ કરીમભાઈ ચાનીયા (રેહ. લાતી પ્લોટ) અનિશ હુસેનભાઈ સુમરા (રેહ. જોન્સનગર)નો સમાવેશ થાય છે. પોલીસે બંને સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




