Saturday, November 8, 2025
HomeGujaratનિવૃત કાર્યપાલક ઇજનેર (વાસ્મો) જયવંતસિંહ જાડેજાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

નિવૃત કાર્યપાલક ઇજનેર (વાસ્મો) જયવંતસિંહ જાડેજાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

Advertisement
Advertisement

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લા પ્રમુખ અને ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે યશસ્વી સેવા આપી નિવૃત્ત થયેલા જયવંતસિંહ જાડેજા આજે તા. ૫-૧૧-૨૦૨૫ના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે અસંખ્ય શુભેચ્છાઓથી ભીંજાઈ રહ્યા છે.

રાજ્ય સરકારમાં કાર્યપાલક ઇજનેર (વાસ્મો) તરીકે તેમણે મહત્વપૂર્ણ ફરજ બજાવી છે. સામાજિક સેવા પ્રત્યેની તેમની લાગણીને કારણે તેમણે અમેરિકા, યુ.કે., યુ.એ.ઈ., યુરોપ સહિત ૧૫ દેશોની મુલાકાત કરીને સર્વ સમાજ માટે ભવ્ય મેડિકલ કેમ્પો યોજી માનવ સેવા માટે અનોખું યોગદાન આપ્યું છે.

તેમના ધર્મપત્ની દીનાબા જાડેજા મોરબી નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે વિખ્યાત રહી ચૂક્યા છે. સાથે જ જાડેજા મોરબી શહેર ભાજપના સિનિયર અને સક્રિય કાર્યકર્તા તરીકે રાજકીય ક્ષેત્રે પણ સેવા આપી રહ્યા છે.

વ્યસનમુક્તિ અભિયાન અને સામાજિક કુરિવાજો સામે સતત લડત ચલાવતા જાડેજા માનવધર્મ અને કર્મને જીવનનું સાચું ધ્યેય માને છે.

શ્રેષ્ઠ આરોગ્ય, દીર્ઘ આયુષ્ય અને સતત પ્રગતિના શુભાશીર્વાદ સાથે જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.


મો.: ૯૭૨૭૨૭૭૭૭૭ / ૯૯૧૩૨૪૨૭૨૭

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular