હળવદ તાલુકાના કડીયાણા ગામે ખારાના મેદાનમાં યુવાન પર ત્રણ શખ્સોએ સેન્ટીંગની ડાક વડે હુમલો કરી ઈજા પહોંચાડતાં તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપતાં હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ કડીયાણા ગામે રહેતા કિશોરભાઈ ચતુરભાઈ પારઘી (ઉ.વ. 22) એ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી શનીભાઈ નરેશભાઇ સોલંકી રહે. કડીયાણા ગામ, તેના પિતા નરેશભાઇ રહે. કડીયાણા ગામ તથા તેના કુટુંબી મામા ભુપીભાઈ રહે. સરાવાળા ત્રણેયએ કોઈ કારણસર ફરીયાદીને ખારાના મેદાનમાં અટકાવી સેન્ટીંગની ડાક વડે મારમારી ઈજા કરી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
હળવદ પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 118(1), 117(2), 351(3), 54 તેમજ જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.




