Saturday, November 8, 2025
HomeMorbiMaliya Miyanaમોરબીના ખાખરેચીમાં રહેણાંક મકાનમાં જુગાર ચાલતો પકડાયો : ૫ આરોપી સહિત રૂપિયા...

મોરબીના ખાખરેચીમાં રહેણાંક મકાનમાં જુગાર ચાલતો પકડાયો : ૫ આરોપી સહિત રૂપિયા ૧૦,૨૪૦ નો મુદામાલ કબજે

Advertisement
Advertisement

માલિયા મીયાણા પોલીસે ખાખરેચી ગામે ગેરકાયદેસર જુગાર અખાડા ઉપર દરોડો પાડી મકાન માલિક સહિત કુલ પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂપિયા ૧૦,૨૪૦ નો મુદામાલ કબજે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકની સુચના અનુસાર પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સામે કડક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર માલિયા મીયાણા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે ખાખરેચી ગામે રેડ કરી હતી.

માહિતી મુજબ કુવરજીભાઇ અમરશીભાઇ પરસુડા પોતાના રહેણાંક મકાનમાં બહારથી લોકો બોલાવી ગંજીફા પત્તા વડે તીનપત્તીનો જુગાર રમાડતો હતો. તે સ્થળેથી નાલ ઉઘરાવી જુગાર રમતા મકાન માલિક સહિત ૫ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં કુવરજીભાઇ અમરશીભાઇ પરસુડા રે. ખાખરેચી, તા. માલિયા મી. જી. મોરબી, રઘુભાઇ દિનેશભાઇ શંખેશરીયા રે. ખાખરેચી, તા. માલિયા મી. જી. મોરબી, ગોપાલભાઇ અવભાઇ ભોજવીયા રે. ખાખરેચી, તા. માલિયા મી. જી. મોરબી, કિશોરભાઇ હરજીભાઇ મેવાડા રે. ખાખરેચી, તા. માલિયા મી. જી. મોરબી, સંજયભાઇ સોંડાભાઇ દેલવાડીયા રે. ખાખરેચી, તા. માલિયા મી. જી. મોરબીના સમાવેશ થાય છે.

કામગીરી કરનાર સ્ટાફ માલિયા મીયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા સર્વેલન્સ સ્ટાફની મહત્વની ભૂમિકાથી સદર કાર્યવાહી સફળતા પૂર્વક હાથ ધરવામાં આવી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular