Saturday, November 8, 2025
HomeGujaratવાંકાનેરમાં મોટર સાયકલ ચોરીનો પર્દાફાશ, એક આરોપી ઝડપાયો

વાંકાનેરમાં મોટર સાયકલ ચોરીનો પર્દાફાશ, એક આરોપી ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમ્યાન એક શખ્સને ચોરાયેલી મોટર સાયકલ સાથે ઝડપી પાડતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના બે અનડિટેક્ટ વાહન ચોરીના ગુન્હાઓ ડિટેક્ટ થયા છે. મોરબી-વાંકાનેર હાઇવે પર શ્યામ હોટલ સામે પોલીસ સર્વેલન્સ સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે એક શખ્સ GJ-11-56-6253 નંબરની મોટર સાયકલ લઈને પસાર થયો હતો. પોલીસે તેને રોકી વાહનના કાગળો માંગ્યા તો તેની પાસે કોઈપણ દસ્તાવેજ ન હતો, જેથી બાઈકની તપાસ કરતાં તે બાઈક રૂષીકેશ પ્રવિણભાઈ માઢક રહે. બડોદર, તા. કેશોદ, જી. જુનાગઢની માલિકીની હોવાનું સામે આવ્યું હતું.

સઘન પુછપરછ કરતા સાથે પકડાયેલ શખ્સે સ્વીકાર્યું કે તેણે આ મોટર સાયકલ ચોરી કરી છે અને તેના સિવાય બે અન્ય બાઈક ચોરી કર્યાની પણ કબૂલાત કરી હતી. તપાસ દરમ્યાન કુલ 2 મોટર સાયકલો કબજે કરવામાં આવી છે અને તેમની ખરાઈ કરતા તે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના કેસો સાથે સંકળાયેલ હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે હસમુખભાઈ ગેલાભાઈ છાસીયા (ઉંમર 22), રહે. મજૂર ઓરડી, સોકા સીરેમિક, જુના રફાળેશ્વર રોડ, મોરબી (મૂળ રહે. સુરઈ, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર) ને ઝડપ્યો છે. આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા મોરબી તાલુકા પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular