મોરબીમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ વોટ્સએપ મારફતે APK ફાઇલ મોકલી આધેડનો મોબાઇલ હેક કરી તેના બેંક ખાતામાંથી રૂપિયા 3,33,500 ઉચકી લીધા હોવાનું બહાર આવ્યું છે. લજાઈ ગામના મૂળ રહેવાસી અને હાલ મોરબીના સરદારનગર-1માં રહેતા 46 વર્ષીય અશોકભાઈ દામજીભાઈ કોટડીયાએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ આરોપીએ ‘RTO چلણ’ નામની APK ફાઇલ મોકલી હતી, જેને ઓપન કરતાની સાથે જ તેમના HDFC બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર થઈ ગઈ. ઘટનાની જાણ થતાં પોલીસે અજાણ્યા આરોપીઓને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાયબર નિષ્ણાતો નાગરિકોને સલાહ આપે છે કે અજાણ્યા લિંક્સ અથવા APK ફાઇલ ઓપન કરતા પહેલા સો વખત વિચારવું જરૂરી છે.




