રાજકોટ રેન્જ આઈ.જી.પી. અશોકકુમાર યાદવ, મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક એમ. એન. પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા ના માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચના અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ગત રોજ સફળ કામગીરી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ ઈન્સપેક્ટર બી.વી. પટેલની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં વ્યસ્ત હતો ત્યારે પો.કોન્સેટબલ સામતભાઈ છુછીયા અને શક્તિસિંહ પરમારને મળેલી મક્કમ બાતમી આધારે રાતાવિરડા ગામની સીમમાં આવેલ મનસુખભાઈની રહેણાક ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
કાયદેસર કાર્યવાહી દરમ્યાન ત્યાંથી રોયલ સ્ટેગ સુપીરીયર વ્હીસ્કીની 120 બોટલ કિંમત રૂ. 1,56,000 અને રૂ. 5,000 કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,61,000 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સાથે જ એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપીની ઓળખ સુરેશભાઈ લખમણભાઈ જમોડ (મૂલ રેહ. સેજકપર, તા. સાયલા, જી. સુરેણદ્રનગર) તરીકે કરવામાં આવી છે.
જથ્થો પૂરું પાડનાર આરોપી રાજુભાઈ ધનજીભાઈ બારૈયા (રહે. ગરાંભડી, તા. સાયલા, જી. સુરેણદ્રનગર) જેનો પતો મળ્યો નથી જેને પકડી પાડવા માટે તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન વધુ નામ ખુલવાની સંભાવના છે.
કાર્યમાં સર્વેલન્સ ટીમના સ્ટાફ એ.એસ.આઈ. રામભાઈ મંઢ, ક્રિપાલસિંહ ચાવડા, જીતેન્કુમાર અધારા, ચમનભાઈ ચાવડા, પો.હેડ કોન્સ કિર્તિસિંહ જાડેજા, પો.કોન્સ અજયસિંહ ઝાલા, સામતભાઈ છુછીયા, રાજેશભાઈ પલાણી, અશ્વિનભાઈ રંગાણી, શક્તિસિંહ પરમાર, બીજેશભાઈ બોરીચા અને દિવ્યરાજસિંહ ઝાલા હાજર રહ્યા હતા. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.




