મોરબી અનોખી સેવા ભાવનાની સાક્ષીરૂપ બનીને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ તથા મોરબીના પ્રથમ મહિલા પ્રમુખ દીનાબા જાડેજાના પતિ જયદેવસિંહ જાડેજાનો જન્મદિવસ વિશેષ રીતે ઉજવાયો હતો.
તા. 5 નવેમ્બર 2025ના રોજ વૃદ્ધાશ્રમના વડીલોને અગ્નેશ્વર મહાદેવ મંદિરે લઈ જઈ ભગવાન શિવના દર્શન કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રકૃતિની ગોદમાં બધા જ વડીલો સાથે મળીને વનભોજન યોજાયું હતું.
આ દરમિયાન મિત્રો તથા સગાસંબંધીઓની હાજરીમાં વૃદ્ધોના આશીર્વાદ મેળવી સેવાકાર્ય સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમાજ માટે કરાયેલા આ સકારાત્મક કાર્યને સૌ કોઈએ સરાહ્યું હતું.
જન્મદિવસને ભવ્ય ધામધૂમથી નહીં પરંતુ પુણ્યના કાર્યો સાથે ઉજવવાનો આ પ્રયાસ સમાજમાં સેવાભાવનું અનોખું ઉદાહરણ પુરું પાડે છે.




