મોરબી મહાનગરપાલિકાની સિવિલ તથા સિટી બ્યુટીફીકેશન બ્રાન્ચ દ્વારા જણાવ્યા મુજબ, મોરબી શહેરના શનાળા રોડ કન્યા છાત્રાલય રોડથી બાયપાસ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન 450 તેમજ 500 એમ.એમ. ડાયા નાખવાનું કામ, અંદાજીત 4X3X3 મીટરના બોક્સ કલ્વર્ટનું નિર્માણ અને M-300 ગ્રેડનો 10 મીટર પહોળો સી.સી. રોડ બનાવવાનું ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત લાઈવ કરવામાં આવ્યું છે.
જેમા ટૂંકો સમયમાં એજન્સીની નિમણૂંક બાદ કામનો પ્રારંભ કરવામાં આવશે. આ કામ પૂર્ણ થતાં સદર વિસ્તારની સોસાયટીઓ તથા શહેરીજનોને સુવિધા અને ટ્રાફિકમાં રાહત મળશે એવું મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે. તેમ સિટી ઈજનેર, મોરબી મહાનગરપાલિકાએ જણાવ્યું હતું.




