રાજ્યમાં દારૂબંધી માત્ર નામની બની રહી હોવાનાં ફરી એક દાખલા રૂપે, હળવદ બાયપાસ ત્રણ રસ્તા નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બે ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ,દી ડી આ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાયપાસ વિસ્તારમાં જાહેરમાં વેચાણ માટે રાખવામાં આવેલ વિદેશી દારૂની કુલ 456 બોટલ મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 65,424 થાય છે.
પોલીસે આ મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડ્યા છે. જેમાં ધનજીભાઇ રમેશભાઇ ઇટોદરા (ઉંમર 21), રહે. ટીકર રણ તા. હળવદ, રીતેશ દુલજીભાઇ વાંગરીયાભાઇ ભીલ (ઉંમર 24), રહે. ખડલા ચાપડા ફળીયુ તા. કવાંટ, જી.છોટાઉદેપુર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.




