મોરબીના બંધુનગર ગામની સીમ વિસ્તારમાં આવેલી સોનસેરા સિરામિક ફેક્ટરીમાં કામ કરતી મૂળ બાલેશ્વર, ઓરિસ્સા રાજ્યની વતની રંજનબેન હરિહર પાતરા (ઉ. 20)એ કોઈ અજાણ્યા કારણોસર પોતાના રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
ફેક્ટરીમાં રહેવા માટે વ્યવસ્થા કરાયેલા રૂમમાં ઘટના બની હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં સાથી કર્મચારીઓએ તરત જ પોલીસને જાણ કરી હતી. મોરબી તાલુકા પોલીસે સ્થળ પર દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટનાના મૂળ કારણો જાણવા પોલીસે તપાસ શ8રૂ કરી છે. પ્રારંભિક ધોરણે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે અને પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદનો લઈને તપાસને વેગ આપવામાં આવી રહ્યો છે.




