હળવદ તાલુકાના લીલાપુર ગામે સહદેવભાઈ જાદવની વાડીએ નિવાસ કરતા અને ખેતમજૂરી કરતા રસિકભાઈ ચંદુભાઈ રાઠવા મુળ વતન કોળી બોરીયાદ, તા. નસવાડી, જી. છોટા ઉદેપુરની નસવાડી તાલુકાના વંકલા ગામે સગાઈ નક્કી કરવામાં આવી હતી.
જો કે, સગાઈ પસંદ ન પડતાં ગત તા. 22 ઓક્ટોબરના રોજ લીલાપુર ગામે પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. ગંજીર સ્થિતિમાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે હળવદ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.




