આજના સમયમાં હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધી રહી છે. વાંકાનેર ખાતે રહેતી તારાબેન નંદલાલભાઈ ગોહેલ ગઈકાલે બપોરે મોરબી આવ્યા હતાં. મહારાણા પ્રતાપ સર્કલ નજીક તેમને અચાનક છાતીમાં ભારે દુઃખાવો થતા તેઓ સગાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં અચાનક બેભાન થઈ જતાં તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. ઘટનાસંદર્ભે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.




