હળવદ–માળીયા હાઈવે પર આવેલ હોનેસ્ટ હોટેલ નજીક ગત તા. 1 નવેમ્બરના રોજ સાંજે લગભગ 5 વાગ્યે રેન્જ રોવર કાર નં. GJ-01-WW-99 ના ચાલકે બાઈક નં. GJ-36-AG-1101 ને હડફેટે લીધો હતો.
આ અકસ્માતમાં બાઈક ચાલક અર્પિત અનિલભાઈ વિસાણી અને બાઈક પાછળ બેઠેલા શિવમભાઈ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (રહે. જૂના રાયસંગપર, તા. હળવદ)ને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં શિવમભાઈનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું.
બનાવ અંગે મૃતકના પિતા વિષ્ણુભાઈ હિંમતલાલ ત્રિવેદીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રેન્જ રોવર કારના ચાલક વિરુદ્ધ ગુન્હાની નોંધ કરી કાર્યવાહી શરૂ કરી છે.




