વાંકાનેર નેશનલ હાઈવે પર મહિકા ગામ નજીક ત્રિપલ સવારી બુલેટને અન્ય બાઈક ચાલકે અચાનક ઇન્ડિકેટર આપ્યા વગર રોડ ક્રોસ કરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બુલેટ પાછળ બેઠેલા મનદીપસિંહનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું. જ્યારે બુલેટ ચાલક મિહિરભાઈ અશ્વિનભાઈ પોપટ (ઉં.23) અને સાહેદ કિશનભાઈને ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, મિહિરભાઈ રિકવરી એજન્ટ તરીકે કાર્યરત છે. ગત તા. 3 નવેમ્બરના રોજ મિહિરભાઈ, સાહેદ કિશનભાઈ અને મનદીપસિંહ બુલેટ નં. GJ-36-AQ-5719 પર વાંકાનેર બાઉન્ડ્રી તરફ જઈ રહ્યા હતા. દરમ્યાન મહિકા ગામ નજીક અન્ય બાઈક નં. GJ-36-AS-7151 ચાલકે અચાનક રોડ પર વાળી લેતા બંને વાહનો વચ્ચે જોરદાર અથડામણ સર્જાઈ હતી.
બનાવ અંગે ફરિયાદી, મિહિરભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.




