HomeMorbiમોરબીના ભડીયાદ ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂની 05 બોટલ સાથે એક ઈસમ પકડાયો
મોરબીના ભડીયાદ ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂની 05 બોટલ સાથે એક ઈસમ પકડાયો
મોરબી જિલ્લામાં દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં મિલેનિયમ વિટ્રીફાઈડ કારખાને જવાના રસ્તા પર જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની ૦૫ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના ભડિયાદ ગામની સીમમાં મિલેનિયમ વિટ્રીફાઈડ કારખાને જવાનો રસ્તા ઉપર જાહેરમાં વેચાણ કરવાના ઇરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૦૫ કિંમત રૂપિયા ૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી જયદીપ ઉર્ફે જયુ બેચરભાઈ ચાવ (ઉ.વ.૩૬): રહે. વરિયા મંદિર પાસે સો ઓરડી શેરી નંબર-૦૮ મોરબી વાળા ને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી છે.