HomeMorbiમોરબીના ભડીયાદ ગામેથી ઇંગ્લિશ દારૂની 04 બોટલ સાથે એક પકડાયો

મોરબીના ભડીયાદ ગામેથી ઇંગ્લિશ દારૂની 04 બોટલ સાથે એક પકડાયો

મોરબી જિલ્લામાં દારૂનુ બેફામ વેચાણ ચાલી રહ્યું છે ત્યારે મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં સોકા સેનિટરી કારખાના પાસે જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં સોકા સેનિટરી કારખાના પાસે જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૪ કિં રૂ‌. ૭૪૦ ના મુદ્દામાલ આરોપી પરમજીતસિંઘ રાજેન્દર માન (ઉ.વ.૨૬) રહે. સિરામિક સીટી એલ-૧ બિલ્ડીંગ, લાલપર તા.જી. મોરબી મૂળ; હરીયાણાવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular