HomeMorbiદિલ્હી ખાતે ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ ઉપરાષ્ટ્રપતિ સાથે...

દિલ્હી ખાતે ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ ઉપરાષ્ટ્રપતિ સાથે શુભેચ્છા મુલાકાત કરી

આ અવસરે કાઠિયાવાડી અશ્વ વિષે વિસ્તૃત માહિતી આપતી ‘The Majestic Kathiawadi’ નામની પુસ્તક ભેટ સ્વરૂપે ઉપરાષ્ટ્રપતિશ્રીને અર્પણ કરવામાં આવી. મુલાકાત દરમિયાન અશ્વોની શ્રેષ્ઠ નસલ ગણાતા આપણા ગૌરવસભર ‘કાઠિયાવાડી અશ્વ’ની શૌર્યગાથા, તેની અનોખી વિશેષતાઓ, ઐતિહાસિક પરંપરા તથા વૈશ્વિક ઓળખ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. સાથે જ અશ્વ સંવર્ધન અને સંરક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા પ્રયાસો તથા ભવિષ્યમાં વધુ અસરકારક પગલાં અંગે માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં આવ્યું.

ઉપરાષ્ટ્રપતિએ કાઠિયાવાડી અશ્વ જેવા આપણા સાંસ્કૃતિક વારસાની વિશેષતા બિરદાવતા આ વિષયમાં રસ દાખવ્યો અને ભારતીય પરંપરાગત અશ્વ જાતિઓના સંવર્ધન માટે સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો. આ મુલાકાત કાઠિયાવાડી અશ્વના સંરક્ષણ, પ્રચાર-પ્રસાર અને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular