HomeMorbiમોરબીમાં બેટરીના પાણીના બોક્સની આડમાં પરપ્રાંતિય દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી ઝડપાયો 

મોરબીમાં બેટરીના પાણીના બોક્સની આડમાં પરપ્રાંતિય દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી ઝડપાયો 

મોરબી બેટરીના પાણીના બોક્ષની આડમા પર પ્રાન્તીય દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી તેમજ સુરત ગ્રામ્ય કામરેજ પોલીસ સ્ટેશન તથા અમદાવાદ ગ્રામ્ય બગોદરા પોલીસ સ્ટેશનના ગુન્હાઓમાં નાસ્તા ફરતા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ પર પ્રાન્તીય ઇગ્લિશ દારૂ તથા બેટરીના પાણીના બોક્ષ જેની કુલ કી.રૂ.કી.રૂ.૪,૫૭,૪૦૦/- તથા બનાવટી બીલ બનાવી ખાનગી ટ્રાવેલ્સમાં લગેજ તરીકે દરૂ મંગાવનાર મુખ્ય આરોપી સાહીલભાઇ ઉર્ફે સાહુ હનીફભાઇ નુરાભાઇ પરમાર (ઉ.વ.૨૩) રહે-હાથી ખાના-૧૭, આર્ય સમાજ પાસે, રામનાથ પરા મેઇન રોડ રાજકોટ વાળાને ગુન્હાના કામે અટક કરી ઉડાણ પુર્વક પુછ પરછ કરતાસ.ને.૨૦૨૪ માં મજકુર આરોપી સુરત જીલ્લાના કામરેજ પોસ્ટેમા પકડાયેલ પર પ્રાંતીય દારૂ કુલ કીરૂ.૧૫,૮૨,૯૧૦/- ના ગુન્હામા તેમજ અમદાવાદ જીલ્લાના બગોદરા પોલીસ સ્ટેશનમા પકડાયેલ પર પ્રાંતીય દારૂ કી.રૂ.૪,૭૨,૦૦૦/- ના ગુન્હામા છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા હોય જેથી મજકુર આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે તેમજ નાસ્તા ફરતા આરોપીની લગત પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular