HomeMorbiટંકારાના વિરપર ગામે નજીવી બાબતે આધેડને માર મારતાં ફરીયાદ
ટંકારાના વિરપર ગામે નજીવી બાબતે આધેડને માર મારતાં ફરીયાદ
ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા આધેડે શેરીમાં ગલુડીયુ રીક્ષા નીચે આવી જતા જે બાબતે આરોપીને ઠપકો આપતાં સારૂં ન લાગતા આધેડને ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા મુકેશભાઈ જેસીંગભાઈ વડેચા (ઉ.વ.૪૫) એ તેમના જ ગામના આરોપી સતિષ ચંદુભાઈ મેણીયા, માલો ચંદુભાઈ મેણીયા, ભીમાભાઈ રવજીભાઈ બાવરવા, ગંગાભાઈ જીવાભાઈ બાવરવા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કેફરીયાદીની શેરીમાં રહેતા આરોપી સતિષ પોતાની રીક્ષાલઈને શેરીમાં નીકળતા એક ગલુડીયુ રીક્ષા નીચે આવી જતા સાથીએ આરોપીને રીક્ષા ધ્યાનથી ચલાવવાનુ કહેતા આરોપીએ સાથીઓ સાથે બોલા ચાલી કરેલ બાદ આરોપીઓ આવી ભુંડાબોલી ગાળો બોલી કહેલ કે ગઈ કાલે સતિષ સાથે શુ ગલુડીયા ભાબતે બોલાચાલી કરેલ હતી તેમ કહી આરોપીઓએ કહેલ કે આજ તો ગલુડીયુ હતુ.જો હવે પછી ક્યારેય કઈ બોલ્યા છોતો ગલુડીયાની જગ્યાએ તમે બધા હસો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી છુટા હાથની મારા મારી કરી આરોપીઓએ હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરીયાદીને શરીરે મુંઢ ઇજાઓ થતા આ જપાજપીમાં ફરીયાદીના માતા દેવુબેનને ધકકો લાગતા નીચે પડી જતા મોઢાના ભાગે ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.