HomeMorbiમાળીયાના લક્ષ્મીવાસ ગામે જાહેરમાં જુગાર રમતા ૦૬ શખ્સો પકડાયાં
માળીયાના લક્ષ્મીવાસ ગામે જાહેરમાં જુગાર રમતા ૦૬ શખ્સો પકડાયાં
માળીયા મીયાણાના લક્ષ્મીવાસ ગામમાથી બાતમીના આધારે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂપિયા ૩૩૭૬૦ ના મુદામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણા પોલીસને મળેલી બાતમીના આધારે લક્ષ્મીવાસ ગામમાં રાધવજીભાઇ શીવાભાઇ કાવરના રહેણાંક મકાનમાંથી નશીબ આધારીત અંદર બહારનો જુગાર રમતા છ ઇસમો પ્રવીણભાઇ માવજીભાઇ કાવર રહે ચમનપર તા. માળીયા, ભરતભાઇ રામજીભાઈ મેણીયા રહે. વવાણીયા ગામ તા. માળીયા મીં જી.મોરબી, છેલાભાઇ પ્રભુભાઈ ખીમાણીયા રહે. વવાણીયા ગામ નાના કોળીવાસ તા.માળીયા માઁ જી મોરબી, ચંદુલાલ પ્રભુલાલ ગામી (પટેલ) રહે વવાણીયા ગામ તા.માળીયા માઁ જી.મોરબી, અમૃતભાઇ શીવાભાઇ કાવર (પટેલ) રહે લક્ષ્મીવાસ તા માળીયા માઁ જી.મોરબી, જયદીપસિંહ રણજીતસિંહ જાડેજા રહે.ભાવપર તા.માળીયા મીયાણાવાળાને રોકડા રૂપીયા ૩૩,૭૬૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ પરેલ છે.