HomeMorbiમોરબીના નવી પીપળી ગામે રહેણાંક મકાનમાંથી રોકડ રૂપિયા ૫૫૦૦ ની ચોરી 

મોરબીના નવી પીપળી ગામે રહેણાંક મકાનમાંથી રોકડ રૂપિયા ૫૫૦૦ ની ચોરી 

મોરબી જિલ્લામાં ચોરીના બનાવો સામે આવી રહ્યા છે મોરબી તાલુકાના નવી પીપળી ગામે ઓમ પાર્કમાં યુવકના રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રહેણાંક મકાનમાં પ્રવેશી મકાનમાંથી રોકડ રૂપિયા 5500 ના મુદામાલની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવી પીપળી ગામે ઓમપાર્ક સોસાયટીમાં રહેતા સંદિપભાઈ રમેશભાઈ કાલરીયા (ઉ.વ.૩૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઇ ચોર ઇસમ ફરીયાદીના રહેણાક મકાનના મેઇન દરવાજા વાટે પ્રવેશ કરી હોલ ના દરવાજા નો લોક , નકુચો તોડી હોલમાં પડેલ ફ્રીજના કવરના ખાના રાખેલ રોકડા ૫૫૦૦/- તથા એક પર્સ ની ગોલ્ડર કલર ખોટી ચેઇન તથા કુલ ૫૫૦૦ રોકડાની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular