HomeMorbiઆજે વિશ્વ માતૃભાષા દિવસ: અંગ્રેજી તો માત્ર સંવાદનું માધ્યમ છે; જીલ્લા પોલીસ...
આજે વિશ્વ માતૃભાષા દિવસ: અંગ્રેજી તો માત્ર સંવાદનું માધ્યમ છે; જીલ્લા પોલીસ વડા
આજે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ છે, ત્યારે પોતાના બાળકોને માત્ર અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવાની ઘેલછા રાખતા વાલીઓ માટે જિલ્લા પોલીસ વડાએ આપ્યો સંદેશ.
એસ.પી. મુકેશકુમાર પટેલે વાલીઓને સીધી વાત કરતા જણાવ્યું હતું કે, “બાળકો પર વિદેશી ભાષાનું દબાણ લાદવાનો કોઈ અર્થ નથી. બાળક જે ભાષામાં કમ્ફર્ટેબલ હોય, જેમાં તે સહેલાઈથી વાંચી અને લખી શકતું હોય તેમાં જ તેને ભણાવવું જોઈએ. આપણે બાળકોને અંગ્રેજી માટે પ્રેશર આપીને ‘કાર્બાઇડથી પકવેલી કેરી’ બનાવી રહ્યા છીએ, જે કુદરતી રીતે પાકેલી કેરી જેટલી મીઠી નથી હોતી. કોઈ લેખકે સાચું જ કહ્યું છે કે, તમને જે ભાષામાં સપનાં આવે તે જ તમારી માતૃભાષા. મને આજે પણ ગુજરાતીમાં જ સપનાં આવે છે.”