HomeMorbiવાંકાનેરમાં ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો 

વાંકાનેરમાં ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો 

જુગારીઓ હાવ તીનપત્તીનો જુગાર મુકી સટ્ટો રમતા થયા છે ત્યારે ભારતમાં ચાલી રહેલ ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ તથા શ્રીલંકા વચ્ચેની મેચ પર વાંકાનેરમા જલારામ જીન પાસે મહાવીર સોસાયટીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમને પોલીસે દબોચી લીધો છે. જ્યારે અન્ય એક શખ્સનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર શહેરમાં આવેલ જલારામ જીન પાસે મહાવીર સોસાયટીમાં આરોપી જાહીદભાઈ ઇસ્માઇલભાઇ સીડા (ઉ.વ.૪૦) રહે. સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે ભાટીયા સોસાયટી વાંકાનેરવાળાએ પોતાના મોબાઈલ ફોન ઉપર વાતચીત કરી ટી-૨૦ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર આરોપી સલીમ વાંકાનેરવાળાને મોબાઈલ ફોન સોદા લખાવી જુગાર રમતા હોય જેથ રેઇડ દરમિયાન પોલીસે રોકડા રૂપિયા ૨૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિંમત રૂ. ૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૭૮૦૦ ના સાથે આરોપી જાહીદભાઈ ઇસ્માઇલભાઇ સીડાને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular