HomeMorbiમોરબીના વાંકાનેર દરવાજા પાસે જાહેરમાં જુગાર રમતા છ પતાપ્રેમી ઝડપાયાં 

મોરબીના વાંકાનેર દરવાજા પાસે જાહેરમાં જુગાર રમતા છ પતાપ્રેમી ઝડપાયાં 

મોરબીમા વાંકાનેર દરવાજા અંદર વાણંદ સમાજની વાડી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૦૬ ઈસમોને રોકડ રૂપિયા ૧૬૦૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર દરવાજા અંદર વાણંદ સમાજની વાડી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૦૬ ઈસમો સબીરહુશેન ઉર્ફે સબલો કાસમભાઇ કુરેશી (ઉ.વ.૩૭) રહે. સીપાઇ વાસ સિદિકિ મસ્જિદની સામે મોરબી, મહેબુબભાઇ હુસેનભાઇ શેખ (ઉ.વ.૫૪) રહે કાલીકા પ્લોટ શેરી નં ૦૪ સતવારા બોર્ડિંગ પાસે મોરબી, અલ્તાફભાઇ સીકંદરભાઇ સમા જાતે સીપાઇ (ઉ.વ.૫૮) રહે જમાદાર શેરી ગ્રીન ચોક મોરબી, તૈયબભાઇ ઇસ્માઇલભાઇ ખુરેશી (ઉ.વ.૬૮) રહે કબીર ટેકરી શેરી નં ૦૩ મોરબી, અબ્દુલભાઇ કાદરભાઇ સમા (ઉ.વ.૫૦) રહે. જમાદાર શેરી ગ્રીન ચોક મોરબી, આરીફખા કાસમખા ખોરમ (ઉ.વ.૪૦) રહે. ન્યુ જનકનગર ગીતા મીલ સામે પંચાસર રોડ મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૬૦૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular