HomeMorbiમોરબીમાં PGVCL વિભાગ દ્વારા એકને ખોળ અને એકને ગોળ જેવી નીતીની કામગીરી...
મોરબીમાં PGVCL વિભાગ દ્વારા એકને ખોળ અને એકને ગોળ જેવી નીતીની કામગીરી સામે આવી
સામાન્ય લોકો પર કડક કાર્યવાહી અને પાલિકાઓના કરોડોના બિલ બાકી છતા કોઇ કાર્યવાહી નહી
મોરબી: ગુજરાત રાજ્યમા પશ્ચિમ વીજ કંપની (PGVCL) દ્વારા બાકી વીજ બિલોની ઉઘરાણી માટે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. મોરબી જિલ્લામાં પણ આ અભિયાન ચાલી રહ્યું છે, જે સિદ્ધાંત મુજબ સરાહનીય છે. પરંતુ ઉઘરાણીની પ્રક્રિયામાં ભેદભાવ જોવા મળી રહ્યો છે.
સામાન્ય ગ્રાહકનું નાનું બિલ બાકી હોય તો તાત્કાલિક કડક પગલાં—જેમ કે નોટિસ, લાઇન કાપવાની કાર્યવાહી—કરવામાં આવે છે. બીજી તરફ પાલિકાઓ અને સરકારી સંસ્થાઓના લાખો નહીં, કરોડો રૂપિયાના બાકી બિલ હોવા છતાં કોઈ દૃઢ કાર્યવાહી થતી નથી.
મોરબી જિલ્લામાં આવેલી ચાર નગરપાલિકાઓ પર કરોડો રૂપિયાનું વીજ બિલ બાકી હોવાનું સામે આવ્યું છે. હળવદ નગરપાલિકા – ₹8 કરોડથી વધુ બાકી, વાંકાનેર નગરપાલિકા – ₹9.51 લાખ બાકી, માળિયા નગરપાલિકા – ₹92.18 લાખ બાકી ટંકારા નગરપાલિકા – ₹22.23 લાખ બાકી આ ચારેય નગરપાલિકાઓનું કુલ બાકી બિલ ₹9 કરોડથી વધુ થાય છે.
વધુમાં સવાલ એ છે કે શું PGVCL વિભાગ પાલિકાઓ પાસેથી પણ સમાન કડકાઈથી વસૂલાત કરશે કે પછી કાર્યવાહી ફક્ત સામાન્ય નાગરિકો સુધી મર્યાદિત રહેશે? આગામી દિવસોમાં વિભાગ કઈ રીતે પગલાં લે છે તે જોવાનું રહ્યું.