HomeMorbiહળવદના મેરૂપર ગામે નવજાત શિશુ ત્યજાયું: અજાણ્યા માતા-પિતા સામે પોલીસમાં ગુનો નોંધાયો

હળવદના મેરૂપર ગામે નવજાત શિશુ ત્યજાયું: અજાણ્યા માતા-પિતા સામે પોલીસમાં ગુનો નોંધાયો

હળવદના મેરૂપર ગામે માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. જેમા અજાણ્યા માત-પિતાએ નવજાત શિશુને ત્યજી દેતા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મેરૂપર ગામે અજાણ્યા માત-પિતાએ નવજાત શિશુનો જન્મ છુપાવવા તાજુ જન્મેલું બાળક જીવીત અથવા મરણ ગયેલ મૃતદેહ છુપી રીતે નીકાલ કરવા મેરૂપર ગામે ભવાની હાડવેર બાજુમાં આવેલ અવેડાની આગળ ગટરની બાજુમાં ઉકરડામાં ત્યજી દીધુ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular