HomeMorbiમોરબીના રંગપર (બે) ગામની સીમમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, બોલેરો ચાલક...

મોરબીના રંગપર (બે) ગામની સીમમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, બોલેરો ચાલક ફરાર

મોરબી તાલુકામાં દારૂના વેપાર સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. મોરબી તાલુકાના રંગપર (બે) ગામની સીમમાં એલિયન્ટ સીરામીક પાછળના કાચા રસ્તા પર પેટ્રોલિંગ દરમ્યાન મોરબી તાલુકા પોલીસને મોટી સફળતા મળી છે.

પોલીસને મળેલી બાતમી મુજબ સંદેફ કલરની મહેન્દ્ર કંપનીની બોલેરો પીક-અપ (નંબર GJ-03-AZ-8667) મોરબી તરફથી જેતપર તરફ જઈ રહી હતી. ગાડીના આગળના કાચ પર લાલ અક્ષરમાં “Hassan” લખાયેલ હતું અને તેમાં કૈફી પીણું (દેશી દારૂ) ભરેલ હોવાનું જાણવા મળ્યું હતું.

મળેલ બાતમીના આધારે પોલીસે રેડ કરી વાહનને અટકાવ્યું હતું. તપાસ દરમિયાન બોલેરો પીક-અપમાંથી અંદાજે 1,000 લીટર દેશી દારૂ, કિંમત રૂ. 2,00,000 તથા રૂ. 3,00,000 કિંમતની બોલેરો કાર મળી આવી હતી. આમ કુલ રૂ. 5,00,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. જો કે, રેડ દરમિયાન બોલેરોનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ દ્વારા ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular